Rekha Patel

Horror

4.5  

Rekha Patel

Horror

કુવો એક રહસ્ય

કુવો એક રહસ્ય

2 mins
331


માનસને ગામડાનાં વનવગડામાં ફરવું બહું ગમે. એ ગમે ત્યારે કોઈને પણ કીધાં વગર નીકળી જાય. આમ તો બહુ નીડર હતો. તેને કોઈની બીક લાગતી ન હતી.

એક દિવસ ફરતાં ફરતાં ગાઢ વગડામાં આવેલાં કૂવા પાસે પહોંચી ગયો. તેની પાળીઓ તૂટી ગઈ હતી. અંદર જોતી વખતે ધ્યાન ન રાખો તો અંદર પાણીમાં ગરકાવ થઈ જવાય. વાતાવરણમાં ખૂબ શાંતિ હતી. આમ પણ તે કોલાહલથી દૂર હતો. તેં અંદર જોવાની લાલચ રોકી ન શક્યો. ઘણી વાર સુધી જોયાં કર્યું.

અચાનક બે હાથ ઉપર આવતાં જોયાં. મનોમન તે ગભરાઈ. રડવાનાં અવાજો સંભળાવા મંડ્યા. માનસને પસીનો છૂટવા લાગ્યો. તેને એક અવાજ સંભળાયો, "ઘણાં વખતે પાકું ભોજન મળી રહ્યું છે. આજે તો ઉજાણી થઈ જશે." બધાં નાચતાં ગાતાં હોય અને વાતાવરણ ડરામણું બનવા મંડ્યુ. વનવગડો તો ભેંકાર હતો. ગભરાઈને બૂમ પાડે તો પણ કોઈ આવવાનું નહતું. તેને શું કરવું સમજ ન પડી. ઇચ્છવા છતાં તે સ્થાન છોડી શકતો ન હતો. કોઈ ખરાબ આત્માએ તેને વશ કર્યો હોય તેમ પથ્થરની જેમ તે જડાઈ ગયો. બહાર જવાની કોશિષ નકામી ગઈ.

થોડી વારમાં તે બેભાન થઈ ત્યાંજ પટકાઈ પડ્યો. એક ગામનો માણસ ત્યાંથી પસાર થતો હતો તેણે માનસને બેભાન અને લવારો કરતો સાંભળ્યો. તેનું શરીર તાવથી ધગધગતું હતું. ડોક્ટર પાસે લઈ આવ્યાં. સમયસરની સારવારથી તે બચી તો ગયો પણ એક કૂવાનું રહસ્ય તે કોઈને કહી ન શક્યો. અંતરમાં આ રહસ્ય દફનાવી દીધું. પછી ક્યારેય વગડો કે કૂવા તરફ ગયો નહીં. તેની આંખોમાં ભય દેખાયા કરતો. તે ડરી ડરીને જીવવા લાગ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Horror