sonu sonanu

Inspirational

4.0  

sonu sonanu

Inspirational

આઘાત

આઘાત

3 mins
236


આજે વનિતાબેનને ગુજરી ગયે સત્તરવર્ષ વીતી ગયાં. ત્રણ વર્ષનાં આકાશને ભીખુભાઈનાં ખોળે ધરી સ્વર્ગ સિધાર્યા હતાં. આજીવન એકલા પંડે આકાશનો ઉછેર કરવાનું નક્કી કર્યું. કુટુંબીજનોએ ખૂબ સમજાવ્યા કે બીજું ઘર માંડી લો એટલે વનીતાબેનનાં ગુજર્યાનો આઘાત વિસરાઈ જાય. અને દીકરાને માતાની ખોટ ન વર્તાય. પણ ભીખુભાઈ ટસ ના મસ ના થયા તે ન જ થયા. હું મારા આકાશની માની જવાબદારી પણ બખૂબી નીભાવીશ જેવા એની મા એ સપનાં સજાવ્યા હતાં બિલકુલ એવો જ ઉછેર કરીશ.

દીકરાને ખવડાવવો, નવરાવવો, સુવરાવવો, વાળ ઓળવા, કપડાં ધોવા, રસોઈ બનાવવી, ખેતી કામ કરવું, ઢોર ઢાંખરને સાચવવાં,ઘરની સફાઈ બધુજ કરવા માટે ભીખુભાઈ જાણે એક સ્ત્રી બની ગયાં. કોઈ જ કામમાં નાનપ ના અનુભવી કે કોઈની મદદ ન માંગી. ના તો કોઈ સગા સંબંધી પાસેથી એક ટક જમવાનું કોઈ દિવસ માગ્યું. આમ ને આમ દિવસો પસાર થાય છે. દીકરાને ક્યારેય માતાની ખોટ પડવા નથી દીધી. નતો કોઈ વાતની ઓછપ રહેવા દીધી. ત્રણ વર્ષનાં આકાશને આજે વીસ વર્ષનો કર્યો ત્યાં સુધી ભીખુભાઈ ક્યારેય થાક્યા નથી. કે નથી કોઈ દિવસ બીમાર પડ્યા.

દીકરાને ભણાવી ગણાવી આજે બેંકમાં ક્લાર્કની નોકરી મળી. માનો જાણે ભીખુભાઈની ખુશીનાં પૂર ઉમટ્યાં. ઘરે ઘરે જઈને પેંડા આપી મો મીઠાં કરાવ્યાં. અને બશુકાકાને મળ્યાં. કાકા આકાશને નોકરી મળી ગઈ અને ઉંમર પણ એકવીસમુ ચાલે છે. તો હવે એને પરણાવી દઉં એટલે પછી ભલે મને વનિતા બોલાવી લે. એનેય સ્વર્ગમાં જઈને છાતી ઠોકીને કહું "જો તું મૂકીને વયાવી હતી તોય હંધિય જવાબદારી પૂરી કરી. " એમ કહી બસુકાકા અને ભીખુભાઈ બંને એકબીજાને તાળી દઈ હસ્યાં.

આજે ભીખુભાઈની ખુશીનો કોઈ પાર નથી. દીકરો આકાશ વરરાજો બન્યો છે. ભીખુભાઈ પણ સાફો પહેરી વેવાઈનાં આંગણે દીકરાની જાન જોડીને આવ્યાં. દીકરાને હરખથી પરણાવી આવે છે. ઘરમાં ગૃહલક્ષ્મીનું આગમન થયું. હવે ભીખુભાઈની જવાબદારી હળવી થઈ એવું લાગ્યું. જીવનમાં ઉત્તરોત્તર ખુશીઓ ઉભરાતી રહે છે. . . અને સમય વળી પવન પાંખે ઊડે છે. આકાશનાં ઘરે દીકરાનો જન્મ થાય છે. આકાશ અને ધરાનાં પુત્રનું નામ ભીખુભાઈ વ્યોમ રાખે છે. અને જીવન આનંદની છોળોમાં ધબકે છે.

ભીખુભાઈ ધરાને કહે બેટા વ્યોમની તમે ચિંતાનાં કરો તમારી સાસુ ત્રણ વર્ષનાં આકાશને મારા ખોળે મૂકીને ગઈ હતી. એને જેમ ઉછેર્યો એમ જ હું જીવું છું ત્યાં સુધી વ્યોમની દેખભાળ કરીશ. તમતમારે અધિકારીની પરીક્ષાની તૈયારી કરો. હવે તો વ્યોમને પણ ત્રણ વર્ષ કાલે પૂરા થશે. અરે હા પપ્પા હું આકાશ ને કહેતા ભૂલી ગઈ આજે સાંજે આપણે કેક કાપશું, હું ફોન કરું છું આકાશને એટલે એ કેક લેતા આવે.

ધરા ફોન કરે છે આકાશને. આકાશ ઘરે પહોંચવા આવ્યો હોય છતાં પાછો વળીને કેક લેવા જાય છે. . . પણ ઘરે ન તો આકાશ આવે છે ના તો કેક. આવે છે બસ આકાશનાં અકસ્માતનાં સમાચાર વહુ ધરા પતિનાં મૃત્યુનો આઘાત જીરવી શકતી નથી અને આત્મહત્યા કરી લે છે. આજે ત્રણ વરસનો વ્યોમ ભીખુભાઈનાં ખોળે ધરી કિસ્મતે એમને ફરી એવો આઘાત આપ્યો છે જે નથી તો જીરવાતો કે નથી તોળાતો. આજે બધુજ ગુમાવ્યાનાં આઘાત સામે એક જ જવાબ છે વ્યોમ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational