sonu sonanu

Inspirational

4  

sonu sonanu

Inspirational

ઉત્સવ કેમ મનાવું ?

ઉત્સવ કેમ મનાવું ?

3 mins
442


બિચારી ગંગા...હા નામ રહ્યું ગંગા પણ આખી જિંદગી બસ ગરીબીમાં જ જીવન ડૂબતું રહ્યું. પતિ ત્રણ બાળકોને ગંગાની જોળીમાં નાખી જતો રહ્યો. બાળકોને મોટા કરવાં અને પેટનો ખાડો પૂરવો એ વિકટ હતું. આજીવિકાનાં નામે કંઇજ ના મળે. બિચારી જેના તેના ઘરના કામ કરે.વધ્યું ઘટયું ખાવાનું કોઈ આપે કોઈ ઉતરેલા કપડાં આપે એનાથી ગુજરાન ચલાવે છે. ગંગા વિચારે છે છોકરાઓને ભણાવું તો કંઇક દી વળશે નહીંતર મારી આ ગરીબીનો છાયો એમનો પણ પડછાયો બનીને રહશે.

છોકરાઓને ભણવા મૂકે બાળકોને પણ ભણવાની ખૂબ મજા આવે. પણ અમારી કોઈ દોસ્તી નથી કરતું એવી માને ફરિયાદ કરે છે. ગંગા સમજાવે બેટા એવું જીવો કે લોકોને તમારી દોસ્તી નહીં પણ આદત પડી જાય. તોજ ખરું જીવ્યાં ગણાય. નાના બાળકોને માતાની આવડી મોટી વાત સમજાઈ નહીં છતાં હકારે માથું હલાવી હા પાડે છે.

બસ ગંગા માટે ચિંતાનો એક જ વિષય હતો 'ઉત્સવ કે તહેવાર' બાકી તો જીવન ગરીબીમાં પણ પાણીનાં પ્રવાહની જેમ વહેતું રહેતું હતું. કોઈ તહેવાર આવે ને જાણે કેમ દુશ્મન કોઈ સૈન્ય લઈને આવતું હોય એમ ગંગાનાં પેટમાં ફાળ પડે. તહેવાર આવે એટલે છોકરાઓ કહે મા આપડા આંગણે કેમ તું દીવાઓ પ્રગટાવતી નથી ? કેમ રંગોળી પૂરતી નથી ? કેમ ઘરેને કલર કરાવતી નથી ? કેમ અમનેજ નવા કપડાં પહેરાવે છે તું ક્યારેય પહેરતી નથી ? કેમ આપડે ક્યાંય ફરવા જતા નથી ? કેમ આપડે કલર ઉડાડતા નથી ? કેમ આપડે ગરબા રમવા જતા નથી ? બસ ઉત્સવ આવે ત્યારે આવા બધાજ સવાલ સામે ગંગા પાસે બસ એકજ જવાબ ગરીબી... બાળકનાં કુમળા મગજમાંથી આટલાં વાસ્તવિક સવાલો સામે ગંગા ખુદને લાચાર માને છે. કે શું જવાબ આપું ? બસ બે ટાઇમ જમવાનું પણ માંડ માંડ મળે છે તો 'ઉત્સવ કેમ મનાવું ?'

બસ ઉત્સવનાં દિવસે બાળકોને એક ખાસ વાનગી મળે છે. જેનો સ્વાદ દુનિયાની દરેક મીઠાઈ પકવાન ને પણ ફીકો પાડે છે. અને બાળકો પણ બસ એ ખાવા માટેજ ઉત્સવની રાહ જુવે છે. બાકી એમની જીંદગીમાં ઉત્સવનો કોઈ મતલબ નથી.

જીવન ડગર ડૂબતી ગોથા ખાતી બસ હવે કિનારે લાંગરવા જઈ રહી છે. ગંગાનાં પરિશ્રમ અને મહેનતથી મોટો દીકરો ભણી ગણી નોકરીએ લાગ્યો. એ નાના ભાંડુંરાને પણ ભણાવે છે. ધીમે ધીમે થતાં એક ઘર લીધું અને આથમતાં સૂર્યે ગંગાની જિંદગીમાં પ્રકાશ પથરાઈ છે. ગરીબી નામનું જે લમણે લખેલ પરમાણુ હતું એ ધીમે ધીમે ભૂસાઈ રહ્યું છે

આજે હવે ગંગાના આંગણે દીવા, રંગોળી,નવા કપડાં, ઘરને કલર થાય છે, બધા ફરવા જાય છે. બાળપણમાં ગંગા દીકરાઓને જે નથી આપી સકી એ બધુજ હોય છે. પણ કંઈ રહી જાય છે માતાની પેલી સ્પેશિયલ વાનગીની. આજેય દીકરાઓને એમ માને છે કે ઉત્સવ છે એટલે માતા પેલી સ્પેશિયલ વાનગી બનાવશે.. અને બાળકોને આખી જિંદગી બસ ઉત્સવ એટલે પેલી વાનગી.

રાત પડી જમવાનો સમય થયો દીકરાઓ પણ રોજ કરતા આજે વધારે અને વહેલા ભૂખ્યાં થયા માતા આજે પેલી વાનગી બનાવશે ઉત્સવ છે ને એટલે જમવા બેસે છે .પેલી વાનગી નજરે ચડતી નથી દીકરાઓએ વ્યાકુળ થઈ મા પેલી વાનગી નથી બનાવી ? આપડે દર ઉત્સવે તું બનાવતી. માતાની આંખો માંથી આસુઓની ગંગા વહેવા લાગે છે.અને કહે છે "દીકરા એ વાનગી જે મે બનાવી હતી એ ભગવાનને પ્રાર્થના કરું છું કે દુનિયાની કોઈ માતાઓને ના બનાવવી પડે." માતાની વાત સાંભળી દીકરાઓને આશ્ચર્ય થાય છે ! છતાં પૂછે છે "માં તું એ કંઈ રીતે બનાવતી એ કહે., આપડે ચાલ બનાવીએ." ગંગા દીકરાને મોઢે હાથ દઈ બોલતો રોકે છે બેટા બસ કિસ્મત ફરી એ વાનગી ના પીરસાવે.

હું જેટલા ઘરના વાસણ સાફ કરતી એ બધા ઘરના હેઠવાડ માંથી સારું જમવાનું વધેલું એક થેલીમાં ભેગુ કરતી...પછી બધું લઈ આવતી, ગામના મંદિરોમાની પ્રસાદીની થાળીઓમાંથી પ્રસાદી નહીં પણ મુઠી સાકાર ચોરી લેતી. અને ઘરે આવી એક તપેલીમાં ભેગુ કરી ગરમ કરતી. ને સાકાર ઓગળી જાય એટલી વાર પકાવતી. અને હૈયે એક આસ રેહતી કે મારા દીકરાઓ પણ આજે મીઠાઈનો સ્વાદ માણશે. બસ બેટા આ હતી એ તમારી માની સ્પેશિયલ વાનગી જે તમે ખાવા આતુર રેહતા. અને આજેય છો.."

દીકરાઓ મા ને ભેટી પડે છે. અને એક સાથે કહે છે. "મા એ વાનગીમાં એક ખાસ ચીજ હતી. જે તું ભૂલી રહી છે જેનાથી એ વાનગી સ્પેશિયલ હતી. જે હતું ગંગાની આંખ્યુંનું ગંગાજળ. અને એટલેજ એ વાનગીથી અમીભર્યા ઓડકાર આવતાં હતાં જે દુનિયાની દરેક વાનગીને ફીક્કી પાડે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational