sonu sonanu

Inspirational

3  

sonu sonanu

Inspirational

સમર્પણની કદર થઈ

સમર્પણની કદર થઈ

3 mins
269


એક હાથમાં ખુલી તલવાર, શરીર લોહીથી લથબથ, કેડે આઠ મહિનાની રડતી બાળકીને ઝાલી ઘોડે સવાર થઈ ખડગ ખડગ ખડગ કરતો મેરુભા આગળ ને ડકેટ જોરાવરનાં માણસો પાછળ. માણસો નજીક આવતા જાય છે. કઠોર કાળવિન પથ્થર જેવો મેરુભા આજે ધ્રુજી ઉઠ્યો કાળજું થરથરે છે. અને આજુબાજુ એક આશ માંડી જોઈ છે તો એક ઝૂંપડું દેખાયું ઘોડાની લગામ ખેંચી મેરુભા ઝૂંપડા ભણી આવ્યો. કોઈ છે ? અંદરથી રામી બોલી કોણ ? બહેન હું મેરુભા આ બાળકીને સાચવો નહીંતર પેલાં ડકેતીઓ રાજા રાણી ને મોતને ઘાટ ઊતારી હવે આ માસૂમ ને પણ એક ઝાટકે ખતમ કરી નાખશે. બેન તમને કુદરતની આડ આ રાજવંશનાં અંશને બચાવી લો. જે રાજઘરાએ આપણાં સુખ દુઃખમાં સાથ આપ્યો છે એ રાજના આ અંશને બચાવી આપણે રાજપરિવારની મદદ કરવી જોઈએ.

બસ ભાઈ આગળ બોલીશ નહીં અંદર આવીજા અને બાળકીને લાવ. તું અનાજની કોઠીમાં સંતાઈ જા આ બાળકીનાં ઉછેર માટે તારું જીવવું પણ જરૂરી છે. મેરુભા કોઠીમાં સંતાઈ જાય છે. ડકેતીઓ આવે છે એય બાય અહીંથી કોઈ ભાઈમાણહ નાની છોકરી લઈને નીકળ્યો ? હાથમાં ખુલ્લું દાતરડું ને બાળકીને ખોળે ઝાલી છાતીએ વળગાડી ધવરાવતી રામી આંખોમાંથી અંગાર વરસાવતી ત્રાડે છે. ભાળતો નથી મારા દીકરાને ધવરાવું છું. અને જો મારો દીકરો તારા અવાજથી ડરશે અને ધાવતો બંધ થશે તો આ દાતરડે તારું ગળું વાઢીશ. રામી દાતરડું ઉગામે છે. એક ડકેટી બોલે છે શું આપણે આ સ્ત્રીની જાત સામે લડવું ચાલો પેલા મેરુભાને પકડીએ નહીંતર સરદાર આપણને વાઢી નાખશે એમ બબડતા ડકેતીઓ જતા રહે છે.

બાળકીને પણ જાણે માતાની છાતી મળી હોય એમ રામીનાં ખોળામાં ધાવતા ધાવતા સૂઈ જાય છે.રામી એને પારણું બાંધી સુવડાવે છે અને એય મીઠા સ્વરે હાલરડું માંડ્યું... "ધણનણ ડુંગરા ડોલે માતા જીજાબાઇ ઝુલાવે શિવાજીને નીંદરું આવે"

એક પહોર પછી શાંતિ સવાઈ છે અને પછી મેરુભા બહાર આવે છે. રામી સામે હાથ જોડી ઘુંટણભર નતમસ્તક થઈ મેરુભા કહે " બહેન આ દીકરીની જવાબદારી હું તમને સોંપવા માગું છું. હું રાજઘરાનો વફાદાર માણહ છું. મારા ત્રણ પુરખોએ જાનની પરવા કર્યા વગર સેવા કરી છે. આજે મારો વારો છે. તમે સાથ આપો તો આ કાર્ય શક્ય છે. બસ આ બાળકી ને તમારે વિહ વરહની કરવાની છે. સમયે સમયે હું યુદ્ધકળાબાજી શીખવવા આવીશ આ દીકરીને આપણે એક બહાદુર રાજકુમારી બનાવવાની છે. રામી હા ભણે છે.

સમયની સારણી પવન વેગે પસાર થાય છે. પેલી બાજુ ડાકુ અને એના માણસો રાજ્યની રૈયત પર જુલમ ગુજારે છે. લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. કુદરતને હાથ જોડી કહે છે હે ભગવાન અમારો ફરિસ્તો બનીને આવો.

મેરુભા યુદ્ધ કળામાં માહિર લોકોને ભેગા કરી એક સૈન્ય તૈયાર કરે છે. રામી પણ રાજકુમારીના ઉછેરમાં કોઈ ખામી નથી રેવા દેતી.. સંગીત, કળા, સંસ્કાર, આદર, શિક્ષણ, તલવારબાજી, ઘોડેસવારી, દરિયો ખેડવા બધીજ કળાઓથી રાજકુમારીમાં સર્વગુણોનું સિંચન કરે છે. અને આજે વીસ વર્ષની તપસ્યાનાં અંતે ડાકુ તથા તેના માણસો પર ચડાઈ કરી છે.

રાજકુમારી પણ માતા પિતાના ખૂનનો બદલો ડાકુને મોતને ઘાટ ઉતારીને લે છે. પ્રજાને પણ આજે આઝાદ શ્વાસ લેવા મળ્યો. અને ધામધૂમથી આજે રાજકુમારીને રાજની ધુરા આપવામાં આવે છે. તો રાજકુમારી રામીને રાજમાતા ઘોષિત કરી એના સમર્પણની સાચા અર્થમાં કદર કરે છે.અને મેરુભાની વફાદાર સેનાપતિ તરીકે ઘોષિત કરે છે. આજે દરેકના બલિદાનની સાચા અર્થમાં કદર થઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational