sonu sonanu

Drama

3  

sonu sonanu

Drama

કેવી સ્યાહીથી લખાયા લેખ ?

કેવી સ્યાહીથી લખાયા લેખ ?

2 mins
225


ગંગાનાં જીવનની ઘટમાળ નાં કેમ ખબર કુદરતે કેવી સ્યાહીથી લખ્યાં હશે લેખ ? સંતાન ગીતા અને ગોપાલ બેય પાંચ સાત વર્ષનાં હતાં અને પતિનું આકસ્મિક મૃત્યુ થયું. માંડ કરીને એ આઘાતમાંથી બહાર આવી. એનાં સંતાનોનાં ચહેરા જુઓ તો જાણે પૂનમનાં ચાંદની લાલિમાનું તેજ સમાયું હોય એવા.

જેમ તેમ કરી પેટે પાટા બાંધી જીવનની નૈયાને પાર ઉતરવા ગંગાએ કાળી મજૂરી કરી. બાળકોને ભણાવ્યા ગણાવ્યાં અને થયું કે બસ હવે સુખનો સૂરજ ઊગશે ત્યાં તો કુદરતે એનો કંણધોતર દીકરો પણ લઈ લીધો. એને કેમ આશ્વાસન કે હિંમત આપવી એ જ પ્રશ્નાર્થ હતો. જીવનનું ચક્ર ફરી વેગે ચાલ્યું. દીકરી ગીતા હવે પગભર થઈ. ગંગાનાં ખંભેથી હવે ભાર ઊતર્યો જોકે કિસ્મતે આપેલો વજન તો આજીવન રહ્યો. પણ હવે દીકરી ગીતાએ ઘરની જવાબદારી ઉપાડી લીધી.

ગીતાને પણ હવે બાવીશ વર્ષ પૂરા થયાં. ગંગાની ચિંતા વધી કે હવે દીકરીને ધામધૂમથી પરણાવી દવ પછી ભલે મોત ઢુંકડું આવે. આમતો ગીતાનાં સંસ્કારો અને સ્વભાવની નાતમાં ક્યારની ચર્ચાઓ થતી હતી. અને સોંદર્ય તો કુદરતે ફુરસ્તના સમયે આપ્યું હોય એવું હતું. રૂપ, નાકે નેણે નમણી અને આદર્શ દીકરી. એટલે સારું ઘર અને વરની ચિંતા નહતી.

ગીતા રોજ નોકરીએથી બસમાં એકલી આવે. પોતે બહાદુર પણ બહુજ કોઈના બાપથી ના બીવે. ગામ અંતરિયાળ એટલે છેલ્લું સ્ટેશન ગીતાનું હોય અને છેલ્લું પેસેન્જર પણ ગીતા જ હોય. આજે કોણ જાણે કેમ ગંગાની ચિંતાના વમળો વધવા લાગ્યાં. ગીતા જે બસમાં ઘરે આવતી એ નરાધમોની દાનત બગડી. ગીતા એકલી અને એ પાંચ. દીકરીએ બચવાની બહુજ કોશિશ કરી છતાં એ રાક્ષસોનાં હવસ સામે હારી ગઈ. અને એ નરાધમોએ વારાફરતી દીકરી પર પોતાની કુએષણા સંતોષી.અને પછી એ કાળમુખાઓએ ડરના માર્યા ગીતાને જ મોતને ઘાટ ઉતારી.

 મધરાતે ગંગા પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવે છે. કે દીકરી ગીતા ઘરે નથી પહોંચી...તપાસ થયાં પછી ખૂનથી લથબથ દીકરી ગીતાની લાશ ગંગાના પાલવમાં આવે છે.... "હે કુદરત કેમ જીરવું આ આઘાત. નથી દુનિયામાં તારી હાજરી" ગંગા એટલુ જ બોલી શકે છે.અને આજ ગંગાનાં જીવનની ઘટમાળ અને સોંદર્ય લાલિમા અસ્ત થઈ.


Rate this content
Log in

Similar gujarati story from Drama