sonu sonanu

Inspirational

4  

sonu sonanu

Inspirational

જીવનનાવ ડૂબી મઝધારે

જીવનનાવ ડૂબી મઝધારે

3 mins
251


લાલજીભાઈએ અને શાંતાબેને આખી જિંદગી બસ એકની એક સંતાન ટીનુંની પરવરિશમાં ખર્ચી નાખી. દીકરીને સારું શિક્ષણ મળે ભણીગણીને નોકરી કરે. બુઢાપામાં દીકરી સહારો બને એવા સપનાં સાથે કાળી મજૂરી કરીને દીકરીનો ઉછેર કરે છે. આજીવન બસ દીકરીને કોઈ વાતે ઓછું નથી આવવા દેતા. પોતે થીગડા મારી કપડાં પહેરે પણ દીકરીને લૂગડે થીગડું કદી નહીં... સાથી પૈસાદાર સહેલીઓ જેવી જ જિંદગી લાલજીભાઈએ અને શાંતાબહેને ટીનું ને જીવવા દીધી. ક્યારેય કોઈ રોક ટોક નહીં, કે કોઈ બંધન નહીં.

સંપૂર્ણ આઝાદી સાથે ટીનુંને જીવવા દીધી.

આજે કોલેજનો આઠ દિવસનો પ્રવાસ જાય છે ટીનું પણ જાય છે. શાંતાબહેને તો જાત જાતનો નાસ્તો બનાવી થેલો પેક કર્યો.... બેટા ફોન કરતી રહેજે... ધ્યાન રાખજે.,... બધાની સાથે જ રહેજે એકલી ન પડતી....આવી શિખામણોનો ઢગલો આપી શાંતાબહેન અને લાલજીભાઈ ઘરે આવે છે.

બીજા દિવસે સમાજનાં સારા ઘરના છોકરાનું માંગુ ટીનું માટે આવે છે. ઘર સારું છે, છોકરો નોકરી કરે છે, ટીનું ને ગમે એવો છે,અને સંસ્કારી પણ છે.... તો આપણે નક્કી કરી નાખીએ ટીનું આવે એટલે ખુશ ખબર આપીશું.... દીકરીએ પણ આજીવન મા-બાપના કોઈ નિર્ણયનો અનાદર કર્યો ન હતો. એટલે માવતર એ ટીનું ના કહેશે એવો તો સપને વિચાર ન કર્યો. અને ગોળ ધાણા નક્કી કર્યા....પેલી બાજુ ટીનું અને આકાશ પ્રવાસમાં એકબીજાની નજીક આવે છે અને પ્રેમ સંબંધમાં ગૂંથાય છે. બને એકબીજા સાથે જીવવાનાં સપના સજાવે છે. અને એકબીજા સાથે જ પરણીશું એવું વિચારી ઘરે જઈ બંને પરિવાર સાથે આ ચર્ચા કરશે એવું નક્કી કર્યું.

ટીનું ઘરે આવે છે એટલે મા-બાપ ટીનુંની સામે પ્રસ્તાવ મૂકે છે. બેટા અમે તારા ગોળધાણા નક્કી કર્યા છે. તું ખુશ રહે એજ આશયથી... તો બોલ કેવી લાગી અમારી સરપ્રાઈઝ... મમી પપ્પા હું બહુજ થાકી છું.... એમ કહી ટીનું રૂમમાં જતી રહે છે. માવતર ને પણ લાગે છે સાચે થાકી હશે.

ટીનુ બહુ જ ગડમથલમાં છે એક બાજુ આકાશ સાથે સપનાં સજાવ્યા. અને બીજી બાજુ માવતરે ગોળધાણા નક્કી કર્યાં....શું કરવું એ સૂઝતું નથી અને કંઈ પણ વિચાર્યા વગર નાદાનીમાં નિર્ણય લે છે..... સવારે કોલેજ જવા નીકળે છે.... સાંજે પાછી આવતી નથી... શાંતાબહેન રૂમમાં સફાઈ કરે છે તો ચિઠ્ઠી મળે છે જેમાં લખ્યું છે..... 

"ડિયર મમી પપ્પા પ્રણામ મારા જીવનમાં કોઈ ઓછપ આપે રહેવા નથી દીધી. પણ મે આકાશ સાથે જીવવાનાં સપના સજાવ્યા છે. હું આકાશ વગર નહીં રહી શકું...હું જાઉં છું ....તમારી સામે નજર નહીં મિલાવી શકું એટલે આપને મળવા આવીશ નહીં... અને આપે મારા લગ્ન માટે બનાવેલી એફડી તથા બેંક પાસબુક, અને કોરા ચેકમાં સહી કરીને જાવ છું આપ ઉપયોગ કરી લેજો જીવનમાં આટલો પ્રેમ અને સ્નેહ આપ્યો એ જ કાફી છે. જે હું સાથે લઈને જાઉં છું .. આપની ટીનું...."

ચિઠ્ઠી વાંચીને માવતરનાં પગ તળેથી જમીન સરકી ગઈ. એક બાજુ દીકરીનાં જવાનું દુઃખ, બીજી બાજુ ગોળધાણા નક્કી કર્યા એનો શું જવાબ આપવો, અને ત્રીજો સમાજમાં શું મો દેખાડવું, અને ચોથું ટીનું સિવાઈ કોઈ આધાર નહતો અને દીકરી માવતરને આમ એકધારે ડૂબાડીને જતી રહી. એ આઘાત અસહ્ય થયા શાંતાબહેન અને લાલજીભાઈ મધ્ય રાત્રિ એ આત્મહત્યા કરી લે છે.

અહીં માવતરની ચિતા પર કોઈ અગ્નિદાહ દેવાવાળું નથી, પેલી બાજુ આકાશ અને ટીનું અગ્નિની સાક્ષીએ જન્મો સાથ રહેવાના ફેરા ફરે છે... ટીનુંએ પરણ્યાં પછી ક્યારેય પાછું વળીને જોયું નથી... એ બસ આકાશ સાથે જીવન ગુજારે છે બંને અઢળક સ્નેહથી જીવે છે...માવતર દુનિયામાં નથી એની પણ એને ભાળ નથી. બંને બહાર શહેરમાં સ્થાયી થઈ જાય છે.

 જીવન એટલી ખુશીથી જીવે છે કે ત્રણ વર્ષ ક્યાં પસાર થઈ ગયાં એની ખબર ન રહી. આજે ટીનુંનો જન્મ દિવસ છે એટલે આકાશ ઓફિસેથી વહેલો નીકળ્યો. ટીનુને સરપ્રાઈઝ આપવાની મથામણમાં ઉત્સાહથી ગાડી ચલાવે છે. અને અચાનક ટ્રક સાથે અથડાઈ છે..અને આકાશ મૃત્યુ પામે છે.આમ ટીનુંને જિંદગી એક અલગ ચોરાહે લાવીને મૂકે છે... ટીનું અને આકાશે ક્યારેય પરિવાર વિશે કોઈજ ચર્ચા કરી નહતી બસ બંને એકમેકમાં મસ્ત બની જીવતા હતા....આજે જ્યારે ટીનુંનાં જીવનની નાવ મઝધારે અટકી ત્યારે એને માવતરની યાદ આવી... ટીનુ આકાશની અંતિમ વિધિ પતાવી પોતાનાં ગામડે આવે છે. તો ઘરે તાળું છે..બાજુમાં પૂછે છે... તો બધીજ હકીકત જાણવા મળે છે....પોતેજ માં બાપના મોતનું કારણ બની એ અસહ્ય વેદનાં જીરવવી ભારે પડે છે. અને પોતાનાં જ આંસુ ના પ્રવાહમાં ટીનુંનાં જીવનની નાવ આજ મઝધારે ડૂબી જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational