kaju chavda

Children Stories Fantasy Thriller

3  

kaju chavda

Children Stories Fantasy Thriller

રંગો દેખાય છે - ૨૫

રંગો દેખાય છે - ૨૫

3 mins
158


પૃથ્વી ૨૦૮૦ સુધીમાં એટલી વિકાસ પામી ચૂકી હતી કે કોઈ પણ માણસ એવું ન હતું જે ટેકનોલોજી વિશે જાણતું ન હોય અથવા તો તેનો ઉપયોગ ન કરતું હોય. લોકો પોતાના સમયનો સદુપયોગ કરતા શીખી ગયા હતા. બધા દેશોમાં શાંતિ હતી. બધા લોકો પાસે પોતાનું કામ હતું. બધું બરાબર ચાલી રહ્યું હતું. આખી પૃથ્વી નું વાતાવરણ એકદમ સ્વચ્છ થઈ ગયું હતું. ટેકનોલોજી નાં વિકાસ અને લોકોની સમજણ વધી ચુક્યા હતા.

અચાનક કોઈ પરગ્રહ વાસીઓએ ઓચિંતો હુમલો કર્યો અને પૃથ્વી વાસીઓ નું જીવવું મુશ્કેલ કરી નાખ્યું. આપણી ટેકનોલોજી વિકસીત હતી પણ પરગ્રહવાસીઓ પાસે પોતાની જાદુઈ શક્તિઓ હતી. તે લોકો સૂર્ય પ્રકાશ માંથી પોતાની ઊર્જા મેળવી લેતા અને પૃથ્વી પર કબજો જમાવી લીધો. તેની શક્તિઓનો સામનો આપણી ટેકનોલોજી પાસે પણ ન‌હતો.

વૂરાલના પપ્પા વિહાન અને વૂરાલ કોઈ એવું મશીન બનાવી રહ્યા હતા જે તે પરગ્રહવાસીઓનો સામનો કરી શકે.જો કે વિહાને મહેનતથી બનાવેલ સુપરહીરો કોસ્ટયુમ પહેરેલા માણસો પૃથ્વી ને બચાવવા કોશિશ કરી રહ્યા હતા. છતાં પણ તે લોકો માત્ર‌ પૃથ્વી વાસીઓની મદદ કરી શકતા પણ પેલા પરગ્રહવાસીઓ ના‌ જાદુનો જવાબ ન આપી શકતા. વૂરાલ તેનાં મશીન માટે નવા નવા પ્રયોગો કરતો અને તેના પપ્પા તેને મદદ કરતા. બન્યું એવું કે તે પરગ્રહવાસીઓ જાણી ગયા હતા કે વૂરાલના પપ્પા વિહાન તે લોકો માટે ખતરો છે એટલે તે લોકોએ મોકો જોઈ અને વૂરાલના પપ્પા ને કિડનેપ કરી લીધાં.

વૂરાલ હવે એકલો હતો પણ તેણે હાર ન માની તેણે એક એવું મશીન બનાવી બતાવ્યું જેના લીધે આપણી ઈચ્છા મુજબ આકાશમાંથી વરસાદ વરસાવી શકીએ. વાતાવરણમાં બદલાવ લાવી શકીએ. જેથી તે લોકો ને સૂર્ય પ્રકાશ ન મળે અને તેની શક્તિ ખતમ થઈ જાય. વૂરાલે પૃથ્વી પર તે મશીનનો પ્રયોગ કર્યો અને વરસાદ શરું થઈ ગયો. આખો દિવસ તે મશીનના લીધે વરસાદ વરસતો અને રાત્રે આમ પણ સૂર્ય પ્રકાશ ન હોય એટલે પૃથ્વી ના જે જે દેશોમાં દિવસ અને રાતનો જે સમય હોય તે મુજબ તે મશીન આખો દિવસ વરસાદ વરસાવી શકતું સૂર્ય નું એક કિરણ પણ પૃથ્વી પર ન પડી શકતું. વૂરાલ જાણતો હતો કે તેનાં પપ્પા સમજી ગયા હશે કે મશીન બની ચુક્યું છે મહેનત રંગ લાવી.

તે બધાં પરગ્રહવાસીઓ પોતાની શક્તિનો ઉપયોગ ન કરી શક્યા તે બધા પૃથ્વીની બહાર જવા ઈચ્છતા હતા પણ તેની શક્તિ ખતમ થઈ ચુકી હતી એટલે તે લોકોએ વૂરાલના પપ્પા વિહાન ને છોડી અને તેની મદદ લેવાનું વિચાર્યું. વિહાને એક શરત મુકી કે પૃથ્વી પર જેટલું નુકસાન થયું છે તે સૂર્ય ઉગતાની સાથે જ ઠીક થઈ જવું જોઈએ અને આજ પછી પૃથ્વી તરફ ભૂલથી પણ કોઈ એ કદમ નથી મૂકવાનું. આ બંને શરતો તે લોકો એ માની લીધી અને બીજા દિવસે વૂરાલે પપ્પાનાં કહેવા પર તે‌ મશીનનો પ્રયોગ બંધ કર્યો જેથી સૂર્યના કિરણો પૃથ્વી પર આવી ગયા તે પરગ્રહવાસીઓ પૃથ્વી પર કરેલું નુકસાન સુધારી અને તેના ગ્રહ તરફ નીકળી ગયા.હવે ફરીથી પૃથ્વીવાસીઓ રંગીન જીવન જીવવા લાગ્યા હતા.


Rate this content
Log in