kaju chavda

Inspirational Children

3  

kaju chavda

Inspirational Children

રંગો દેખાય છે

રંગો દેખાય છે

2 mins
215


ઈસ ૨૦૬૪ મા વૂરાલ તેનાં મમ્મી ડેનીસા સાથે તેના દાદા દાદીનાનાં ઘરે ગયો હતો. તે લોકો ગામડે રહેતા. હતાં ત્યાં હજુ સુધી બધાં કામ જાતે જ કરતા રોબોટ ખુબ ઓછી સંખ્યામાં હતા. એમાં પણ વૂરાલના પપ્પાએ બનાવેલું સુપર રોબોટની વાત કંઈક અલગ હતી. આ વખતે વૂરાલ તેનાં મમ્મી ડેનીશા વગર થોડાં દિવસો સુધી ગામડે રહેવાનો હતો એટલે તેનું ધ્યાન રાખવા માટે સુપર રોબોટ આવ્યો હતો.એક દિવસ વૂરાલ તેનાં મિત્રો સાથે રમી રહ્યો હતો ત્યારે તેની સાથે આ રોબોટ પણ રમી રહ્યું હતું આચાનક કોઈ ફોલ્ટના લીધે તે રોબોટ કોઈ પણ કામ નહોતું કરી શકતું.

વૂરાલના એક મિત્ર એ કહ્યુ કે "સામે પહાડ પર એક મોટી દાઢીવાળા બાબા રહે છે. તેની પાસે જાદુઈ છડી છે તેની મદદથી તારો સુપર રોબોટ તરતજ કામ કરવા લાગશે." વૂરાલ જાણતો હતો કે જરૂર રોબોટમાં કોઈ ફોલ્ટ છે પણ તેનાં મિત્રની વાત તેને ‌અજીબ લાગી રહી હતી એટલે તે પોતાના રોબોટ સાથે તે બાબા પાસે ગયો. પેલા બાબાએ બે ચાર વખત રોબોટ પર પોતાની છડી ગોળ ગોળ ફેરવીને જોયું પછી કહ્યું કે

"રોબોટને ૩ દિવસ માટે ‌મારી પાસે મુકી જવો પડ્શે ‌તો જ રોબોટ કામ કરી શકશે."

ત્રણ દિવસ પછી વૂરાલ અને તેના દોસ્તો તે પહાડ પર પોતાનો રોબોટ લેવા માટે ગયા. રોબોટ હજુ જેમ હતું તેમ જ ‌દેખાઈ રહ્યું હતું. બાબાજી કે તેની છડી કોઈ પણ રોબોટને ઠીક ન કરી શક્યું. વુરાલે બધા બાળકોને સમજાવ્યું કે તે બાબા ઢોંગ કરે છે તેની છડી કોઈ જાદુઈ છડી નથી.

વૂરાલે રોબોટ પર થોડા ઘણા સેટીગ બદલી દીધાં એટલે રોબોટ એકદમ ઠીક થઈ ગયો અને કામ કરવા લાગ્યો. બધા મિત્રો સમજી ગયા કે કોઈ જાદુઈ છડી આપણી ‌મદદ‌નથી કરી શકે આપણે જાતે મહેનત કરવી પડશે. તો જ જીવન નાં રંગો જોઈ શકીશું ના કે કોઈ બાબા નું જાદુ આપણે માટે ઉપયોગી બનશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational