kaju chavda

Inspirational Others

3  

kaju chavda

Inspirational Others

રંગો દેખાય છે

રંગો દેખાય છે

3 mins
202


વૂરાલ ૨૦ વર્ષનો થઈ ચુક્યો હતો તે દેખાવમાં ખૂબ હેન્ડસમ અને દિમાગથી ખુબ હોશિયાર હતો. તેનો સ્વભાવ પણ દરેકને પોતાના બનાવી લેતો. વૂરાલનુ ફ્રેન્ડ સર્કલ ખુબ મોટું હતું પણ તેમાં બે જ તેનાં બેસ્ટ ફ્રેન્ડ હતાં. એક હતી સોનાલી જે ખુબજ સુંદર હતી તે એક્ટર હતી. તે મોટી હિરોઈન બનવા માંગતી હતી. તે સફળતાની સીડીઓ ચડવા લાગી હતી. વુરાલ તેનાં માટે ખાસ દોસ્ત હતો એટલે તે પોતાની બધી વાતો શેર કરતી.તેની ખુબસુરતી માં ચાર ચાંદ ત્યારે લાગતાં જ્યારે તેના ચહેરા પર સ્માઇલ દેખાય આવતી.જો કે આ સ્માઈલ મજબૂરીમાં પણ કરાવી પડતી.

તેને પહેલા તો આ એક્ટ્રેસ બનવા વાળી લાઈફ ખુબ ગમી પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એક કાળું સત્ય પણ તેની સામે આવવા લાગ્યું. તેના સુંદર ચહેરા પર જ્યારે આખો દિવસ અને ક્યારેક ક્યારેક રાત્રે પણ મેકઅપ લગાવી રાખવું પડતું. જો કે તે ખુબજ સુંદર હતી છતાં પણ વધારે સુંદર દેખાવા માટે મેકઅપ વગર તે ક્યાંય પણ બહાર ન નીકળી શક્તી. તેના શરીરને એકદમ ફિટ રાખવા માટે તે ઘણી બધી ડાયટ અને એકસાઈઝ કરતી. તેની લાઈફમાં ગમે તેટલા પ્રોબ્લેમ હોય છતાં પણ તેને કેમેરા સામે હસતે મોઢે રહેવું પડતું. લોકો સામે જે સોનાલી હતી તે એકદમ ફેક સોનાલી હતી.

હકીકતમાં તો સોનાલી કંઈક અલગ જ હતી તે લાગણીશીલ હતી.તે દિલથી ખુબ સુંદર હતી પણ તેને એક વાતનું દુઃખ હતું કે લોકો તેનાં બાહ્ય દેખાવ ને પ્રેમ કરે છે માત્ર બાહ્ય દેખાવ ને. અસંખ્ય લોકોનો પ્રેમ જે માત્ર સોનાલી ના દેખાવ અને ફિગર પ્રત્યે હતો તેની વચ્ચે સોનાલી કોઈ એવું માણસ શોધી રહી હતી જે સોનાલી ને સમજી શકે જેને સોનાલીના મેકઅપ સાથે કોઈ લેવાદેવા ન હોય જેને માટે માત્ર સોનાલી મહત્વની હોય કે તેનું વજન વધી ગયું છે કે ઘટી ગયું છે. વૂરાલ સોનાલીને સારી રીતે સમજી શકતો હતો તે બંને સારાં મિત્રો હતાં.

વૂરાલની બીજી દોસ્ત હતી નીપા .તેની પાસે સોનાલી ની જેમ ન તો સુંદર ચહેરો હતો કે ન તો સુંદર શરીર હતું. નીપા શરીરે ખુબ જાડી હતી. તેને આંખોમાં નંબર હતા એટલે મોટા ગોળ ચશ્મા પહેરતી આ ચશ્મા તેને વધારે બદસુરત બનાવી દેતા. નીપા દેખાવમાં ભલે સુંદર ન હતી પણ તેનું દિમાગ ખુબ જ તેજ હતું. તેને પોતાની ત્રણ મોટી રેસ્ટોરન્ટ હતી. તે ખુબ પૈસા કમાઈ શકતી. આ રેસ્ટોરન્ટ તેણે પોતાની મહેનતથી બનાવી હતી. ખુબ મહેનત બાદ તેને સફળતા મળી હતી. તેનો પરિવારે તેના લગ્ન કરાવવા ઈચ્છતો હતો. નીપા જાણતી હતી કે કોઈ છોકરો એવો નહીં હોય કે જે તેના જાડા શરીર અને ખરાબ ચહેરા ને પસંદ કરી શકે. તેને લાગતું હતું કે કોઈ તેને પસંદ કરશે તો પણ માત્ર પૈસા માટે ન કે નીપા માટે. નીપા તેનાં પરિવારની ખુશી માટે લગ્ન કરવા માટે તૈયાર હતી .તે ખુશ હોવાનાં ઢોંગ સાથે આખી રાત રડી લેતી. એક માત્ર વૂરાલ હતો જેની પાસે તે દિલ ખોલીને વાત કરી શકતી.

વૂરાલ મનમાં વિચાર કરતો કે તેની બંને દોસ્ત સોનાલી અને નીપા આ દુનિયામાં સૌથી બેસ્ટ છે. વૂરાલ એ પણ જાણતો હતો કે તે બંને દુનીયાને જે ચહેરો દેખાડે છે તે માત્ર મજબુરી છે. વૂરાલ તે બંનેની હિંમતને દાદ આપતો. વૂરાલનું માનવું હતું કે તેને આવી સારી અને સમજદાર દોસ્ત મળી છે તો તે તેની કોઈ પણ ભોગે મદદ કરશે. તે પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માનતો કે સોનાલી અને નીપા તેની દોસ્ત છે. વૂરાલ તે બંનેની રંગબેરંગી લાઇફના અંધારાં ને પણ જોઈ શકતો હતો. વૂરાલ તે રંગો જોઈ શકતો હતો જેમાં ઘણું બધું દર્દ છુપાયેલું છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational