kaju chavda

Tragedy Inspirational

3  

kaju chavda

Tragedy Inspirational

રંગો દેખાય છે - 27

રંગો દેખાય છે - 27

2 mins
189


સૂરજ જે એક અંધ લેખક હતા તેણે તેના ઘડપણમાં પોતાની આત્મકથા લખી. તેણે તેના જન્મથી માંડીને હવે તેનું મૃત્યુ નજીક છે ત્યાં સુધીની સફર લખી લીધી હતી.

સૂરજનું બાળપણ તેનાં ગામડામાં ખુશખુશાલ હતું. તે હજુ અણસમજુ હતો તે ભણવામાં જરા પણ ધ્યાન ન આપતો આખો દિવસ તેના મિત્રની ટોળકી સાથે રમતો રમતો રહેતો. એક દિવસ પિતાજીની કહેલી વાત મગજમાં ઠસાઈ ગઈ અને સૂરજની ગાડી પાટે ચડી ગઈ તે ખુબ મહેનત કરવા લાગ્યો તેના જીવનમાં તેની સાથે ઘણી બધી ઘટનાઓ બનતી ગઈ જેમ કે તેણે એક કાર અકસ્માતમાં તેનાં પિતાને ગુમાવ્યા અને પોતાની આંખો પણ ગુમાવી, મહેનત બાદ એક મોટો લેખક બનવું તેનાં જીવનમાં પત્ની તરીકે સંધ્યાનું આવવું, તેનાં બંને બાળકો સાથે ખુશી ખુશી રહેવું તેની દીકરીનું વીસ વર્ષે મૃત્યુ થવું, તે લોકોનું શહેર છોડીને ગામડે આવવુ તેનાં દીકરા વિહાનનું હંમેશ માટે ગામડું છોડીને શહેરમાં જતું રહેવું, તેની પત્ની સંધ્યાની દિમાગી હાલત ખરાબ થઈ જવી.

તેના પૌત્ર વૂરાલ સાથે મુલાકાત થવી વગેરે વગેરે..

સૂરજની આંખો ભલે કાંઈ જોઈ ન શક્તી પણ સૂરજ જીવનના દરેક રંગોમાંથી પસાર થઈ ચુક્યો હતો. હવે માત્ર છેલ્લો રંગ મૃત્યુનો રંગ બાકી રહ્યો હતો. સૂરજે તેનાં પૌત્ર વૂરાલને એક મેસેજ મોકલ્યો હતો કે જ્યારે તેનું મૃત્યુ થાય તેનાં પછી લખેલી આત્મકથાનો અંત લખી અને પ્રકાશિત કરવામાં આવશે તો તેની છેલ્લી ઈચ્છા પણ પૂર્ણ થઈ જશે.

વૂરાલને જ્યારે આ મેસેજ મળ્યો ત્યારે વૂરાલ તરતજ ગામડે જવા માટે નીકળી ગયો. ગામડે પહોંચી અને તેનાં દાદા સાથે ઘણા દિવસો પસાર કર્યા. તેની લખેલી આત્મકથા પણ વાંચી અને એક પ્રોમિસ કર્યું કે તે જરૂરથી આ આત્મકથાનો અંત લખી અને પ્રકાશિત કરાવશે.

દાદા અને પૌત્રએ પાંચ દિવસ એક સાથે ખુશી ખુશી વીતાવ્યા અને પાંચમા દિવસે રાત્રે ભોજન બાદ દાદા સૂરજને મોતની ઊંઘ આવી ગઈ. ત્યારબાદ સવાર તો થઈ હતી પણ સૂરજ હવે હંમેશા માટે મૌન થઈ ગયો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy