kaju chavda

Fantasy

3  

kaju chavda

Fantasy

રંગો દેખાય છે - 24

રંગો દેખાય છે - 24

3 mins
187


 ૩૭,૩૮ વર્ષનો વિહાન જે મોટો વૈજ્ઞાનિક બની ચુક્યો હતો તે જ્યારે પહેલી વખત તેનું કિંગ ૦૦૩ અવકાશયાન લઈ અને અવકાશ તરફ ગયો હતો ત્યારે તેની સાથે બનેલી એક યાદગાર ઘટના ૨૦૬૦ ના દિવસોમાં એક ન્યૂઝ ચેનલને પ્રખ્યાત બનાવી દીધી હતી. જોકે ૨૦૬૦ સુધી પહોંચતા દરેક ન્યુઝ ચેનલ પોતાના રિપોર્ટસને અન્ય ગ્રહો તરફ અને અવકાશમાં મોકલી આપતી પણ આ ઘટના અન્ય કોઈ ચેનલ સુધી ન પહોંચી માત્ર ચેનલ "રંગો' પર સૌ પ્રથમ પ્રસ્તુત થઈ હતી. ચેનલ "રંગો" નો એક રિપોર્ટર તે દિવસે અવકાશમાં કોઈ ગ્રહ તરફ ન્યુઝની શોધમાં હશે અને તે જ સમયે વિહાન પહેલી વખત તેના કિંગ ૦૦૩ સાથે તે ગ્રહ પર કોઈ સંશોધન માટે પહોચે છે.

તે ગ્રહના આ પહાડ નજીક ગુરુત્વાકર્ષણ બળ ખુબ વધારે હતું એટલે કિંગ ૦૦૩ જમીનથી વધારે દૂર જવા માટે સક્ષમ ન હતું. વિહાને ઘણા બધા પ્રયત્નો કર્યા પણ સામે દેખાય રહેલા પહાડ પર કિંગ ૦૦૩ કોઈ પણ ભોગે ન પહોંચી શક્યુંબીજા રિપોર્ટર ચુપચાપ છુપાઈ અને તે દ્રશ્ય તેનાં કેમેરા માં કેદ કરી રહ્યો હતો. વિહાન તેના કિંગ ૦૦૩ ને ત્યાં જ મૂકી અને પોતે એકલો દોરીની મદદથી પહાડ પર ચડવા લાગ્યો. દોરી ટેકનીકલ મશીન હતી તે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ પણ ફેંકી શકાતી. વિહાન પહાડ પર ચડવા કોશિશ પર કોશિશ કરી રહ્યો હતો પણ ગુરુત્વાકર્ષણ બળ એટલું વધારે હતું કે વિહાન માટે પહાડ પર ચડવું ખુબ મુશ્કેલ હતું કેમકે તે આજ પહેલા ક્યારેય પણ પહાડ પર નહોતો ચડ્યો એ પણ દોરીની મદદથી. વિહાન એક પહેલી સુલઝાવવા માંગતો હતો કે આ પહાડની આજુબાજુ શાં માટે એટલું વધારે ગુરુત્વાકર્ષણ બળ છે આ ગ્રહ પર અન્ય દરેક જગ્યાએ કિંગ ૦૦૩ જઈ શકતું હતું. વિહાન મહા મહેનતે તે પહાડ પર ચડવામાં સફળ થયો. તેના હાથ પર છાલાં પડી ગયાં હતાં.

રિપોર્ટર એ પણ જાણવા માંગતો હતો કે વિહાન ત્યાં પહોંચી અને શું પ્રયોગ કરશે? એટલે તે પણ પોતાનું યાન પહાડ પર લઈ જવા કોશિશ કરે છે પણ નિષ્ફળતા મળે છે. રિપોર્ટર એક આખો દિવસ ત્યાં વિહાનની રાહ જોઈ અને બેઠો રહ્યો પણ વિહાન ન આવ્યો.બીજા દિવસે સવારે વિહાન ફરીથી તે દોરીની મદદથી પહાડની નીચે આવ્યો. રિપોર્ટર ફરીથી તેનાં કેમેરા પર એ દશ્ય રેકોર્ડ કરવા લાગ્યો.

વિહાન જ્યારે નીચે પહોંચી ગયો ત્યારે તેને રિપોર્ટર દ્વારા અમુક પ્રશ્નો પુછવામાં આવ્યા. વિહાને જણાવ્યું કે આ કોઈ સામાન્ય પહાડ નથી પણ તેની પર એલિયન રહે છે. તે લોકો એ પોતાની સુરક્ષા માટે અહીં એટલું ગુરુત્વાકર્ષણ બળ રાખ્યું છે કે કોઈ અન્ય ગ્રહોનાં લોકો આસાનીથી તેની પર હુમલો ન કરી શકે. આ એક મોટી ખોજ હતી. વિહાને તેના મોબાઈલ પર ક્લિક કરેલ ફોટોગ્રાફ પણ તે રિપોર્ટર ને આપ્યા. ત્યારબાદ તેણે જણાવ્યું કે કુત્રિમ ગુરુત્વાકર્ષણ બળ જે મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરી અને ચંદ્ર પર પૃથ્વી જેવું જ ગુરુત્વાકર્ષણ બળ બનાવી શકાશે.

આ ન્યૂઝ ખુબ પ્રચલિત થયા હતા એક વૈજ્ઞાનિક જે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ જ્યાં યાન પણ નહોતું પહોંચી શકતું ત્યાં પોતે મહેનત કરી અને પહોંચ્યો અને તે ગ્રહ પરનાં જીવન એટલે કે એલિયનની વસ્તી ને શોધી કાઢી. લોકોએ વિહાનની મહેનત ને ખુબ વખાણી હતી અને તેનું પૃથ્વી પર સ્વાગત કરવામાં આવ્યું હતું ઘણા બધા પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy