kaju chavda

Fantasy Children

4  

kaju chavda

Fantasy Children

રંગો દેખાય છે

રંગો દેખાય છે

3 mins
276


વિહાન તેના એક પ્રયોગ માટે રસાયણિક પ્રવાહી તેના ઘરે લઈ આવ્યો હતો. તે રસાયણિક પ્રવાહી દેખાવમાં ખૂબ જ ચમકીલુ હતું. વિહાને તે રસાયણિક પ્રવાહીની શીશી તેના રૂમમાં એક ટેબલ પર મૂકી દિધી હતી. બન્યું એવું કે તે રાત્રે એક ચોર વિહાનના રૂમમાં ચોરી કરવા માટે આવ્યો તેને હાથ આ ચમકતી શીશી આવી ગઈ તેણે તે લઈ લીધી અને ત્યાંથી જતો રહ્યો.

તે ચોરે થોડે દૂર રસ્તાપર પહોંચી અને તેણે તે શીશી ખોલી તેને લાગ્યું હતું કે આ જરૂર કોઈ કિંમતી વસ્તુ હશે. તે શીશી ખોલી અને જોયું તો તેમાં એક પ્રવાહી હતું જેમાં ખુબજ સ્ટ્રોંગ સુગંધ આવી રહી હતી. તે સુગંધ ચોરને ન ગમી એટલે તેણે તે શીશી ફેંકી દીધી તે શીશી એક વૃક્ષના થડ પાસે પડી. બધું પ્રવાહી વૃક્ષનાં મૂળ સુધી પહોચી ગયું ઓ સવાર સુધીમાં તે વૃક્ષનાં દરેક પાંદડાઓ સુધી તે પ્રવાહી પહોંચી ગયું હતું.

તે શહેરમાં રહેતો એક ભીખારી ખુબ ઠંડીના લીધે કોઈએ કરેલા તાપણાં પાસે બેસી ગયો. તે તાપણું કરનારા લોકો થોડીવાર પછી જતા રહ્યા પણ‌ તે ભીખારી ઠંડીથી બચવા માટે ત્યાં બેઠો રહ્યો અને તાપ ઓલાઈ ન જાય તે માટે આજુબાજુથીં લાકડીઓ અને સુકાઈ ગયેલા પાંદડાં લઈ અને તે તાપણાં માં નાખતો રહ્યો. તે ચોરે જે વૃક્ષ પર પેલું રસાયણિક પ્રવાહી ફેંક્યું હતું તે વૃક્ષનાં પાંદડાં જેવાં આગમાં બળવા લાગ્યા ત્યારે એક અલગ પ્રકારની મોહક સુગંધ ત્યા ચારે તરફ પ્રસરી ગઇ. તે ભીખારી તે સુગંધમાં ખોવાઈ ગયો.

બીજી રાત્રે પણ એમજ થયું. જેવા તે વૃક્ષનાં પાંદડાં આગમાં બળવા લાગ્યા કે તરતજ એક અલગ પ્રકારની સુગંધ આવવા લાગી. ત્રીજા દિવસે ત્યાં બેઠેલા લોકો પણ આ પાંદડાંને લીધે એક મોહક સુગંધમાં ખોવાઈ ગયા અને સવાર સુધી ત્યાં જ બેઠાં રહ્યા. પેલો ભીખારી સમજી ચૂક્યો હતો કે આ સુગંધ પેલાં વૃક્ષનાં પાંદડાંમાંથી આવે છે અને તેની એટલી અસર છે કે લોકો તેની સુગંધથી મોહી જાય છે અને સવાર સુધી ત્યાં જ બેસી રહે છે.

હવે ભીખારીને એક યુક્તિ સૂઝી તે રોજ તાપણું કરતો અને તે વૃક્ષનાં સુકાયેલા પાંદડાને તેમાં નાખતો એટલે તેની સુગંધથી મોહી અને લોકો ત્યાં આવીને બેસતાં પણ આ માટે તે ભીખારી તે લોકો પાસેથી પૈસા લેવા લાગ્યો. થોડા દિવસોમાં તો લોકોની સંખ્યા વધવા લાગી. કોઈ પણ નહોતું જાણતું કે આ સુગંધ પેલા વૃક્ષના પાંદડાને લીધે આવે છે. લોકો ધીમે ધીમે આ સુગંધની આદત કરી બેઠા. તે સુગંધ લોકો માટે એક પ્રકારનો નશો હતી.લોકો એક રંગીન દુનિયામાં ખોવાઈ જતા.

આ પાંદડાં તે ભીખારી માટે પૈસા કમાવાનું કારણ બની ગયાં. તે વૃક્ષનાં લીધે તે ભીખારી લાખો રૂપિયા કમાવા લાગ્યો. તે પોતાના બધા પૈસા એક થેલામાં ભરી અને જમીન નીચે દાટી મુકતો. લોકોને તે સુગંધની એટલી બધી આદત પડી ગઈ હતી કે ભીખારી જેટલા પૈસા માંગે તેટલા પૈસા આપવા માટે પણ લોકો તૈયાર થઈ જતાં.

આ વાત ફેલાવા લાગી. વિહાનને થોડો શક ગયો એટલે તેણે પોતાની રીતે તપાસ કરી તે પણ તે સુગંધ લેવા માટે ગયો અને તે સુગંધ તેનાં રસાયણિક પ્રવાહીની જ હતી એટલે તેને ખબર પડી ગઈ કે જરૂર કોઈ વૃક્ષ પર આ રસાયણની અસર થઈ હશે. જો તે વૃક્ષ કાપવામાં નહીં આવે તો લોકો આ સુગંધની ખરાબ આદતમાં ફસાઈ જશે. બીજા દિવસે ભીખારીનો પીછો કરતા ખબર પડી કે તે કયું વૃક્ષ છે જેના પર આ અસર થઈ હતી.

વિહાને બધી હકીકત જણાવી અને સરકારી મંજૂરી લીધી પછી તે વૃક્ષ કપાવી નાખ્યું અને તેની જગ્યાએ એક નવું વૃક્ષ વાવવામાં આવ્યું. પેલો ભિખારી જ્યારે તે પાંદડાઓ લેવા માટે જાય છે ત્યારે ત્યાં તે વૃક્ષ હતું જ‌ નહીં એટલે નીરાશા સાથે તે ત્યાંથી પોતાના પૈસા ભરેલો થેલો લઈને કોઈ બીજા શહેરમાં હંમેશા માટે જતો રહ્યો. પેલા લોકો થોડા દિવસો તે જગ્યાએ આવતા તાપણું પણ કરતા પણ હવે કોઈ સુગંધ ન આવતી હવે લોકોની રંગીન દુનિયા ગાયબ થઈ ચુકી હતી. તે ભીખારી પણ ત્યાં ન‌ આવતો એટલે ધીમે ધીમે લોકો ત્યાં આવતા બંધ થઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy