kaju chavda

Children Stories Tragedy Fantasy

3  

kaju chavda

Children Stories Tragedy Fantasy

રંગો દેખાય છે - ૨૬

રંગો દેખાય છે - ૨૬

3 mins
161


૨૦૭૬ ના તે દિવસે ૨૬ વર્ષનો વૂરાલ જે હવે પોતાની નવી નવી શોધો દ્વારા ખુબ પ્રખ્યાત વૈજ્ઞાનિક બની ચુક્યો હતો તે તેની કાર લઈને આકાશની સવારી કરી રહ્યો હતો. તે આજે કોઈ કારણ વગર પોતાની કાર લઈને આકાશમાં એક લાંબી મુસાફરી કરવા નીકળી પડ્યો હતો. ઠંડા ઠંડા પવનની લહેરનો સ્પર્શ તેનાં ગાલ પર‌ મહેસુસ થતો હતો. તે કોઈ મોટાં સિટી તરફ આગળ વધી રહ્યો હતો અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધીમે ધીમે વરસાદ શરું થઈ ગયો.

વૂરાલ તેની કારને જમીન પર રોડ સુધી લઈ ગયો. તે રોડ પર થોડો આગળ ગયો તેણે જોયું કે સામેથી એક છોકરી જેણે પીળા રંગનું ટીશર્ટ અને બ્લુ રંગનું જીન્સ પહેર્યું હતું તેનાં વાળ વરસાદના કારણે ભીનાં થઈ ગયા હતા તે પોતાની સ્ટીકની મદદથી રોડ પર ધીમે ધીમે ચાલી રહી હતી તેનો મતલબ એ હતો કે તે છોકરી દ્રષ્ટિહીન છે અને વરસાદનાં કારણે તેનાં ચહેરા પર ડર દેખાય રહ્યો હતો. વૂરાલ તેની મદદ કરવા માટે તેની પાસે કાર લઈ ગયો અને તેને કારમાં બેસવા માટે કહ્યું. તે છોકરી ખરેખર ખુબ સુંદર હતી. તેણે તેના મીઠાં અવાજે કહ્યું કે તેનું ઘર બાજુમાં જ છે તેને મદદની કોઈ જરૂર નથી. વૂરાલ સમજી ગયો હતો કે તે છોકરી અજાણ્યા માણસ પર ભરોસો કરવા નહોતી માંગતી. વૂરાલ ચુપચાપ ત્યાંથી જતો રહ્યો. વૂરાલ થોડે દૂર પોતાની કારમાં ત્યાં સુધી બેઠો રહ્યો જ્યાં સુધી તેને કોઈ ટેક્સી ન મળી. એક ટેક્સી મળી.વૂરાલે તે ટેક્સીનો પીછો કર્યો તે ટેક્સી ડ્રાઈવરે સહીસલામત રીતે તે છોકરી ને તેનાં ઘર સુધી પહોંચાડી દીધી. વૂરાલ પણ શાંતિથી પોતાના ઘરે પહોંચી ગયો.

આખી રાત વૂરાલ વિચાર કરતો રહ્યો કે તે છોકરી પણ તેનાં દાદાની જેમ જ પોતાની આંખોથી કાંઈ જોઈ નથી શકતી. બીજા દિવસે સવારે વૂરાલ એક એવું રોબોટ બનાવવા માટે કોશિશ કરી રહ્યો હતો કે તે કોઈ પણ અંધ માણસની મદદ કરી શકે આજુબાજુની પરિસ્થિતિ અને વાતાવરણનું વર્ણન કરી શકે જે રોબોટ હંમેશા અંધ લોકોની સાથે રહે, તે કાર ચલાવી શકે, તે પોતાની નજરે તે માણસને દુનિયા બતાવી શકે. વૂરાલ આમ પણ ઘણા બધા રોબોટ બનાવી ચુક્યો હતો પણ આ વખતે તે કોઈ અંધ વ્યક્તિ માટે રોબોટ બનાવી રહ્યો હતો તેનો એ મતલબ હતો કે તે રોબોટ ખુબજ સેનસિટીવ હોવું જોઈએ જેથી કોઈ પણ પરિસ્થિતિમાં તે માણસને મદદ કરી શકે અને કોઈ પણ ભોગે નુકસાન ન પહોંચાડે.તે લોકો પણ આ રોબોટ ના લીધે જીવનના રંગો જોઈ શકશે.

એક મહિના પછી તે રોબોટ તૈયાર થઈ ચુક્યું હતું. વૂરાલ ખુશી ખુશી પોતાની કારમાં તે રોબોટ સાથે પેલી છોકરી ના ઘરે ગયો. તે છોકરીનાં મમ્મી ત્યાં હાજર હતા. વૂરાલે પોતાના સારા ઈરાદાથી તે છોકરી ના મમ્મી સાથે વ્યવસ્થીત રીતે વાત કરી અને જણાવ્યું કે આ રોબોટ તેની છોકરી માટે બનાવવામાં આવ્યું છે તો તેની છોકરી ને આપી દેજો. હું તેના માટે એક અજાણ્યો માણસ છું એટલે તે મારી મદદ નહીં સ્વીકારે.

તેના મમ્મીએ રોબોટ સામે જોયું અને બોલ્યાં " બેટા તું આવાં ઘણાં બધાં રોબોટ બનાવી શકે છે ? "

વૂરાલે જવાબ આપ્યો" હા બનાવી શકું છું પણ કેમ ?"

તે છોકરીના મમ્મી બોલ્યા" હવે આ રોબોટ મારી દીકરી માટે કોઈ કામનો નથી પણ તેના જેવા હજારો લોકો હશે જેની પાસે આંખો નથી તે લોકોને તું આવાં રોબોટ બનાવી આપજે."

વૂરાલ" હા આન્ટી આ રોબોટ આમ પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે અને લોકો તેનો ઉપયોગ કરી શકશે. સૌથી પહેલા હું આ રોબોટ તમારી છોકરી ને આપવા માગું છું કેમકે તેનાં લીધે હું આ રોબોટ બનાવી શક્યો."

તે છોકરીનાં મમ્મી એ જવાબ આપ્યો "એક અઠવાડિયા પહેલાં મારી દીકરીનું રોડ ક્રોસ કરતી વખતે આકસ્મિક મૃત્યુ થયું છે."

 વૂરાલની આંખોમાં આંસું આવી ગયા તે ચૂપચાપ ત્યાંથી પોતાના ઘરે જતો રહ્યો.


Rate this content
Log in