kaju chavda

Children Stories Inspirational Children

4  

kaju chavda

Children Stories Inspirational Children

રંગો દેખાય છે - ૨૯

રંગો દેખાય છે - ૨૯

2 mins
339


વિહાન અને તેની બહેન નૈના જ્યારે નાનકડા હતાં ત્યારે બંને વચ્ચે એક વાત પર શરત લાગી હતી કે કોણ પરિક્ષામાં વધારે માર્કસ લાવી શકે ? જેના માર્કસ વધારે હશે તેની દરેક વાત ઓછા માર્ક્સ મેળવનાર ને માનવી પડશે વિહાનનું દિમાગ પહેલાથી જ વધારે કામ કરતું તે ભણવામાં પણ ખુબ હોશિયાર હતો પણ તેની મોટી બહેન નૈના ને ભણવા કરતાં વધારે સમય તેનાં કપડાં અને સુંદરતા વધારવા પાછળ જ જતો રહેતો. બન્યું એવું કે પરીક્ષાઓ શરૂ હતી ત્યારે વિહાન ખુબ બીમાર પડ્યો હતો એટલે તે પોતાના પેપર સારી રીતે ન લખી શકયો તેનું પરિણામ એ આવ્યું કે નૈના વિહાન કરતા વધારે સારાં માર્ક્સ સાથે પાસ થઈ ગઈ.

શરત મુજબ નૈના જે પણ કામ વિહાનને આપે તે વિહાનને કરવું પડતું. વિહાન ખુબ સમજદાર છોકરો હતો એટલે તે ચુપચાપ પોતાની બહેન જે પણ કામ કરવા માટે કહે તે કામ કરી આપતો. એક દિવસ નૈના એ પોતાનું હોમવર્ક પણ વિહાન પાસે કરાવ્યું. જ્યારે મમ્મીને આ વાતની જાણ થઈ ત્યારે તે વિહાન અને નૈના પર ખુબ ગુસ્સે થઈ ગયા. હવે નૈના અને વિહાન પણ એકબીજાને દોષ આપવા લાગ્યા. મમ્મી ને વધારે ગુસ્સો આવ્યો એટલે મમ્મી એ તે બંનેની પોકેટમની આપવી બંધ કરી લીધી. બંને બાળકો તેનાં કાર્યની સજાનાં રંગો જોવા લાગ્યાં હતાં. 

નૈના અને વિહાન આ બાબતને લઈને ખૂબ જ ઝગડો કરતા હતા કેમકે હવે તે લોકોને પોકેટમની પણ નહોતી મળી શકતી. તે બંને આખો દિવસ એકબીજા સાથે ઝગડો થતો કેમકે વિહાન પણ હવે નૈનાની કોઈ પણ વાત ન માનતો. પપ્પાને જ્યારે ખબર પડી કે બંને બાળકો વચ્ચે ઝગડો થયો છે તો તેણે બંનેને બોલાવી અને કહ્યું કે ઝગડો કરવાથી પોકેટમની નહીં મળે પણ જો પરિક્ષામાં બંને સારાં માર્ક્સ સાથે પાસ થઈ જાવ તો હું તમને પોકેટમની આપીશ.

વિહાન અને નૈના વાતને સમજી ગયા અને ભણવામાં ખૂબ મહેનત કરવા લાગ્યા. નૈના પણ વિહાન પાસે મદદ માંગવા લાગી. વિહાન નૈના ને સારી રીતે કોઈ પણ દાખલો હોય કે પ્રશ્નોના જવાબ હોય તે બધું ‌નૈનાને શિખવવા લાગ્યો તે બંને પોતનો ઝગડો ભૂલી ગયા અને આખો દિવસ પરિક્ષાની તૈયારી કરવા લાગ્યા.

જ્યારે પરિક્ષાનું પરિણામ આવ્યું તો બંને ભાઈ બહેન પોતપોતાનાં ક્લાસમાં પ્રથમ ક્રમે આવ્યા હતા. તે બંનેનું પરિણામ જોઈ અને મમ્મી પપ્પા ખુશ થઈ ગયા અને તે લોકોને પોકેટમની આપવી શરૂ કરી દીધી. હવે તે બંને ઝગડો કરતા બંધ થઈ ગયા હતા.તે બંને પોતપોતાના પૈસા સાચવીને રાખતા જ્યારે તેના પપ્પાના બર્થડે પર એક સુંદર મજાની ભેટ આપી હતી.

પપ્પાએ સમજાવ્યું કે ઝગડો ગમે તે બાબતે હોય કે પછી મોટો હોય તો પણ એકસાથે હળીમળીને હંમેશા રહેજો કેમકે ભાઈ બહેનનો પ્રેમ નિ:સ્વાર્થ હોય છે. ભાઈ બહેનનો પ્રેમ રંગીન હોય છે. પપ્પાના સમજાવ્યા પછી તે બંને ભાઈ બહેન કયારેય પણ નથી ઝગડ્યાં. 


Rate this content
Log in