kaju chavda

Inspirational Others Children

3  

kaju chavda

Inspirational Others Children

રંગો દેખાય છે

રંગો દેખાય છે

2 mins
153


વૂરાલ પહેલી વખત ગામડે ગયો હતો.તેણે જીદ કરી કે તેને ખેતર જોવું છે.તેના પપ્પા તેને વહેલી સવારે જ્યારે સૂરજના કિરણો ધરતી પર પડવા પડવા હતાં તે સમયે ખેતર જોવા માટે લઈ ગયા. ૨૦૬૦ ના સમયમાં દરેક ખેડૂત વિજ્ઞાનને જાણતા હતા. સૂર્યના જે કિરણો ખેતરના પાક માટે ઉપયોગી છે માત્ર તે જ કિરણો ખેતરની અંદર પ્રવેશી શકતા કેમકે ટેકનોલોજી એટલી વિકાસ પામી ચૂકી હતી કે પાક હવે વધારે પોષકતત્વો ધરાવવાની સાથે સાથે ખેડૂતોની મહેનત પણ ઘણી ઓછી થઈ ચુકી હતી.

ખેતરમાં રહેલા પાક પર કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય તો તરતજ ખેડૂતોને પોતાના મોબાઈલ પર બધી માહિતી સાથે એક મેસેજ આવી જતો.તરત જ તે પ્રોબ્લેમનું સોલ્યુશન પણ મળી જતું.હજુ પણ ખેતી પર નિર્ભર લોકો ખૂબ મોટી સંખ્યામાં હતા. હવે સમય બદલાયો હતો એટલે ખેતી કરવાના તરીકા પણ બદલાઈ ગયા હતા. આજે પણ ખેડૂતને જગતનો તાત કહેવામાં આવતો હતો. ખેતરમાં ઉગાડવામાં આવતા પાક માટે આજે પણ ખેડૂતને મહેનત તો કરવી જ પડતી પણ એવી મહેનત જેનું સારું ફળ મળે.

વૂરાલે જોયું કે એટલી વહેલી સવારે જ્યારે સૂર્યોદય હજુ થયો જ છે તે સમયે ખેડૂતો પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા.તે તેના પપ્પાને ઘણા બધા સવાલો પુછતો ખેતરોને નીહાળી રહ્યો હતો.ખેતરમા ઉભેલા પાકને જોઈ અને વૂરાલના પપ્પા એ વૂરાલને સમજાવ્યું કે ઘણી બધી મહેનત અને ધીરજ બાદ ખેડૂતો પોતાના ખેતરમાંથી સારો પાક મેળવી શકે છે.તમારા જીવનને રંગીન બનાવવું એટલું બધું સહેલું પણ નથી ..જીવનનુ પણ એવું જ છે ઘણી બધી મહેનત અને ધીરજ બાદ તમે સારું જીવન જીવી શકો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational